સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

મોરબીમાં કારે બાઇકને હડફેટે લેતા ચાલક ચેતનભાઇને ઇજા

મોરબી, તા.૧૧: મોરબીના આલાપપાર્ક પાસે કાર અને બાઇક અથડાતા બાઇક સવાર યુવાનને ઇજા થઇ હતી.

મોરબીના કંડલા બાયપાસ પાસે રહેતા ચેતનભાઇ ભમરાજી પંચાલ (ઉ.વ.૨૩) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે કાર નં.જીજે ૩૬બી ૦૬૮૫ના ચાલકે મોટરસાયકલ નં.જેજે ૦૩ બીજી ૬૩૫૭ સાથે અકસ્માત કરતા ફરિયાદી યુવાનને ઇજા પહોંચી છે.

(11:44 am IST)