સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક સાથે ઝાકળવર્ષાઃ ગીરનાર ૮.૪ ડિગ્રી

નલીયા-૧૦.૬, ડીસા ૧૧.પ, જામનગર ૧ર.પ, રાજકોટ ૧૩.૩ ડીગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા ધીમે-ધીમે ઠંડીમા વધારા સાથે શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે. અને મોડી રાત્રીના તથા વહેલી સવારના સમયે ઠંડીની વધુ અસર થાય છે.

આજે સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૮.૪ ડિગ્રી નોંધાઇ છે જયારે નલીયા ૧૦.૬, ડીસા ૧૧.૫, જામનગર ૧૨.૫, રાજકોટમા ૧૩.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

આજે વહેલી સવારે ઠંડીની સાથો સાથ ભેજનુ પ્રમાણ પણ વધતા ઝાકળ વર્ષાનો અનુભવ થયો હતો આજે જામનગર-અમદાવાદમાં સૌથી વધુ ૮૯ ટકા ભેજનુ પ્રમાણ રહ્યુ હતુ. જયારે રાજકોટમા ૭૭ ટકા ભેજનુ પ્રમાણ નોંધાયુ હતુ.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢમાં આજે ઠંડીનો ચમકારો રહ્યો છે. ગિરનાર પર્વત ખાતે ૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.ગઇકાલે લઘુતમ તાપમાન વધીને ૧૬.૫ ડિગ્રી થયા બાદ આજે સવારે જુનાગઢનો પારો ત્રણ  ડિગ્રી નીચે ઉતરીને ૧૩.૪ ડિગ્રીએ સ્થિર થતા ઠંડી અનુભવાઇ હતી.

ગિરનાર પર્વતનું આજનું તાપમાન ૮.૪ ડિગ્રી થઇ ગયુ હતું જેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તાર ઠંડોગાર થઇ ગયો હતો.

આજની તીવ્ર ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા રહેતા ઠંડીની અસર બેવડાઇ હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૮ કિમીની રહી હતી.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૨૮ મહતમ, ૧૨.૫ લઘુતમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી

કયાં કેટલો ભેજ-લઘુમત તાપમાન

શહેર

હવામાં ભેજ

લઘુતમ તાપમાન

અમદાવાદ

૮૯ ટકા

૧૩.૪ ડીગ્રી

ગિરનાર

૭ર ''

૮.૪ ''

ડીસા

૭ર ''

૧૧.પ ''

વડોદરા

૮ઁ૬ ''

૧પ.૬ ''

સુરત

૮પ ''

૧૯.ર ''

રાજકોટ

૭૭ ''

૧૩.૩ ''

ભાવનગર

૬૮ ''

૧૬.૮ ''

પોરબંદર

૮ર ''

૧૩.૮ ''

વેરાવળ

પર ''

૧૯.૧ ''

દ્વારકા

૬૪ ''

૧૮.૪ ''

ઓખા

પપ ''

૧૯.૬ ''

ભુજ

૬૧ ''

૧પ.૪ ''

નલીયા

૭૩ ''

૧૦.૬ ''

સુરેન્દ્રનગર

૭પ ''

૧૪.૦ ''

ન્યુ કંડલા

૭૮ ''

૧૩.૪ ''

કંડલા એરપોર્ટ

૭ર ''

૧૩.૪ ''

ગાંધીનગર

૮૭ ''

૧ર.૬ ''

મહુવા

૭૮ ''

૧પ.૧ ''

દિવ

૭૭ ''

૧૯.૪ ''

વલસાડ

૮ર ''

૧૯.૧ ''

વલ્લભ વિદ્યાનગર

૮૪ ''

૧૬.૮ ''

જામનગર

૮૯ ''

૧ર.પ ''

(11:43 am IST)