સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

મોરબી પોલીસે અપહરણના ગુન્હાનો વોન્ટેડ આરોપી અક્ષય ઉર્ફે અશોક પઢિયારને ઝડપ્યો

આરોપી રવાપર ઘુનડા રોડ પરથી પસાર થવાનો હોય વોચ ગોઠવી દબોચી લીધો

 

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવાની સુચના અન્વયે મોરબી સીટી ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ બી ડી પરમાર અને ટીમના શેખાભાઈ મોરી, ચકુભાઈ કલોતરાને બાતમી મળી હતી કે

 

ભાવનગર જીલ્લાના મહુવા પોલીસ મથકના અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રવાપર ઘુનડા રોડ પરથી પસાર થનાર હોય જેથી વોચ ગોઠવી આરોપી પસાર થતા આરોપી અક્ષય ઉર્ફે અકિ અશોકભાઈ અમૃતલાલ પઢીયાર (..૨૦) *રહે મોરબી ઘુનડા રોડ મૂળ ઉના વાળા)ને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

(1:08 am IST)