જસદણ પંથકમાં અમરેલી કોંગ્રેસના આગેવાનો દ્વારા પ્રચાર :
અમરેલી : જસદણ વિધાનસભાના ઉમેદવાર અવસર નાકીયા સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન સોસા અમરેલી જિલ્લા લોક સરકારના ઇન્ચાર્જ સંદીપ પંડ્યા મહામંત્રી જનક પંડ્યા જમાલ મોગલ અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય ચેરમેન ધર્મેન્દ્ર પાનસૂરિયા, સત્યમ મકાણી, નસીત ભૌતિક, લાઠી શહેર કોંગ્રેસ સમિતિ તાલુકાના અનેક આગેવાનો પણ સાથે જોડાયા હતા. લોકોએ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયાને વિજય બનશે તેવો કોલ આપ્યો કારણ પણ આપ્યું. લોકોએ આ લડાઈ હવે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયા અને કોંગ્રેસની નથી પણ જસદણની પ્રજા સાથે વિશ્વાસ ઘાત થયો છે જે લોક એ મત આપી વિજયી બનાવીયા તેની ને પક્ષ પલટો કરી જન મત વિરુદ્ઘ ગયા છે ને આ લડાઇ હવે જસદણ વિધાન સભાના લોકોના આત્મ સન્માનની છે . તેવું પણ લોકો એ જણાવ્યુ હતું. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી) (૨૧.૧૧)