ધોરાજીના ઈંગ્લીશ દારૂના ગુન્હામાં એક વર્ષથી વોન્ટેડ આરોપી કનુ વાકને રાજકોટ આર આર સેલે દબોચી લીધો
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ધોરાજી પો.સ્ટે.ના ઇંગ્લીશ દારૂના ગુનામા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી કનુભાઈ વાજસુરભાઈ વાકને આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ દ્વારા ઝડપી લેવાયો છે
રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ પેરોલ-ફર્લો પરથી જમ્પ થયેલ આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહએ આર.આર.સેલના પો.સ.ઇ. એમ.પી.વાળા ને સુચના કરેલ જે અન્વયે સેલના માણસોને ખાનગી રાહે હકીકત મળતા સ્ટાફના નરેન્દ્રસિહ રાણા તથા મનીશભાઇ વરુ નાઓએ ધોરાજી પો.સ્ટે. પ્રોહી. ગુરનં. ૫૦૫૮/૧૭ કલમ-૬૬બી, ૬૫ઇ, ૮૧, ૯૮, ૯૯ મુજબના ગુન્હામાં છેલ્લા એક-વર્ષથી નાસતા-ફરતા આરોપી કનુભાઇ વાજસુરભાઇ વાંક (કાઠી દરબાર) રે.નાનીપરબડી, દરબાર ફળીયુ, ધોરાજી વાળાને નાની પરબડી ગામેથી ધોરણસર અટક કરી ધોરાજી પો.સ્ટે. ને સોંપી આગળની ધટીત કાર્યવાહી કરવામાં આવેલ છે.