સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th November 2022

જામનગરના મકાજી મેઘપરમાં પાણીના ટાંકામાં પડી જતા ૧ વર્ષની ધાર્મિ ગમારાનું મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧: કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામે રહેતા રાહુલભાઈ બુટાભાઈ ગમારા, ઉ.વ.ર૧ એ કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર ધાર્મિબેન રાહુલભાઈ ગમારા, ઉ.વ.૦૧ વાળા ઘરના ફળીયામાં રમતી હોય અને ફળીયામાં આવેલ ભુર્ગભ પાણીના ટાકામાં રમતા રમતા અચાનક પડી જતા સારવારમાં લઈ જતા ફરજ પરના ડોકટરે તપાસી મરણ થયેલાનું જાહેર કરેલ છે.

સોનાના દાગીના ઉઠાવી જતી મહિલા

કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ભાનુબેન સનાભાઈ ગોગનભાઈ ગમારા, ઉ.વ.૩૦, રે. કોઠા ભાડુકીયા ગામ, તા. કાલાાવડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૧-ર૦રરના સરદાર કોમ્‍પલેક્ષ પાસે કાલાવડમાં આરોપી કોઈ અજાણી સ્‍ત્રી ઉ.વ.આ.૩૦ વાળી ફરીયાદી ભાનુબેનના થેલામાં રહેલ નાના પર્સમાંથી ફરીયાદી ભાનુબેનનું ઘ્‍યાન ચુકવીને થેલામાં રાખેલ પર્સ જેમા રોકડા રૂ.ર૦૦૦/- તથા સોનાના બે પોખાની તથા સોનાની એક બરઘણી જે સોનાના દાગીના આશરે સવા ત્રણેક તોલાના જેની આશરે કિંમત રૂ.૪૮૦૦૦/- મળી કુલ રૂ.પ૦,૦૦૦/- ના મલમતાની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

કિકેટ મેચ પર જુગાર રમતો શખ્‍સો ઝડપાયો : બે ફરાર

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. નિર્મળસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૧૧-રર ના આરોપી પ્રકાશભાઈ વ્રજલાલભાઈ પરમાર એ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટમાઝા ૧૧ નામની એપ્‍લીકેશનમાં ઓસ્‍ટ્રેલીયામાં ચાલતી ભારત તથા ઈંગ્‍લેન્‍ડ ર૦-ર૦ સેમીફાઈનલ મેચ નીહાળી મેચનો સ્‍કોર જોઈ સેસન્‍સ રનફેર તથા હારજીતના ભાવ લગાડી પૈસાની લેતી દેતી કરી જુગાર રમી રમાડી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧૧,૧ર૦/ તથા વીવો કંપીનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/- તથા બ્‍લુ કલરનો આઈટેલ કંપનીનો ફોન કિંમત રૂ.૧૦૦૦/ મળી કુલ રૂ.૧૭,૧ર૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.તથા આરોપી અનીલ અને મનોજ ફરાર થઈ ગયેલ છે. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મકાનમાં હાથફેરો કરતો તસ્‍કર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હરેશકુમાર ગુણવંતરાય ત્રિવેદી, ઉ.વ.૬પ, રે. આવકાર ૧ર૮-એ, પંચવટી ગૌશાળા કચ્‍છી ભાનુશાળી બોડીંગ સામેની શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૪-૧૧-ર૦રરના ફરીયાદી હરેશકુમારના બંધ રહેણાક મકાનમાં કોઈ અજાણ્‍યા ચોર ઈસમે મેઈન દરવાજાના તાળા તોડી મકાનમાં અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલ કબાટ તથા તેના ખાનાનો લોક તોડી કબાટના ખાનામાં રહેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.૯૮,૪૦૦/ના મુદામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ડેમમાં નાહવા પડતા યુવાનનું ડુબી જતા મોત

જામજોધપુર સ્‍ટેશન પ્‍લોટ સરકારી મંડળી પાસે રહેતા પ્રકાશભાઈ ઓઘણભાઈ જતાપરા, ઉ.વ.પપ વાળા એ જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર કમલેશ ઉર્ફે મુન્‍નો ઓઘણભાઈ જતાપરા ઉ.વ.૪૦ વાળો સિઘ્‍ધેશ્‍વર મંદિર પાછળ અવોલ ભુપાર ડેમમાં નાહવા પડતા પાણીમાં ડુબી જતા મરણ થયેલ છે.

(1:16 pm IST)