સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th November 2022

દ્વારકા બેઠક પર પસંદગીમાં કોંગ્રેસનું કોકડુ ગૂંચવાયું !!!

બીજી યાદીમાં નામ નહીં !!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧ : દ્વારકા જિલ્લામાં માત્ર બે બેઠકો છે પણ આ બન્‍ને બેઠકો હાઇફાઇ હોય અહી રાજકીય પક્ષો દ્વારા ‘પહેલે આપ' ની નિતિ હોય તેમ ભાજપ ખંભાળિયા બેઠક માટે હજુ ઉમેદવારો નકકી નથી કરી શકયું આપ તો બન્‍ને બેઠક માટે ઉમેદવારો નથી નકકી કરી શકયું તો કોંગ્રેસ દ્વારકા બેઠકમાં અટવાઇ છે.

અહી વર્ષોથી પબુભા માણેક જીતતા આવતા હોય તેમની સામે કોંગ્રેસમાંથી આ વખતે ત્રણ મજબુત ઉમેદવારો ભીજીભાઇ વારોતરીયા, મુળુભાઇ કંડોરિયા તથા પરબત આંબલિયા ટિકીટના દાવેદારો છે પણ હજુ નામ ફાઇનલ થયું નથી મુળુભાઇ કંડોરીયાને કોંગ્રેસ ટીકીટના દેવા મંગતા તેમના વેવાઇ ભગાભાઇ બારડ રાજીનામુ આપી તાલાલાની ભાજપના ઉમેદવાર બન્‍યા છે તો અહી દ્વારકામાં કોંગ્રેસના ઉમેદવારની પસંદગી પણ ગોટે ચડી છે.

જો કે આ બેઠકની વિશેષતા છે કે આહિર, સતવારા, મુસ્‍લીમ મતદારોની વધુ સંખ્‍યા હોવા છતા સાત ટર્મથી પબુભા માણેક ચૂંટાય છે.

(11:43 am IST)