સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th November 2020

ઠંડીમાં વધારોઃ વલસાડ-૧૩, નલીયા-અમરેલી-કેશોદમાં ૧૪.૮ ડિગ્રી

મોડી રાત્રીના અને વહેલી સવારે શિયાળા જેવુ વાતાવરણ યથાવતઃ બપોરે ગરમીઃ રાજકોટમાં બપોરે ગરમીઃ રાજકોટમાં ૧૭ ડિગ્રી

રાજકોટ, તા.૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ઠંડીની અસર વધવા લાગી છે. મોડી રાત્રીથી સવારે સૂર્યનારાયણના દર્શન થાય ત્યાં સુધી ઠંડીની અસર યથાવત રહે છે.

જયારે સૂર્ય નારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર અનુભવાય છે. બપોરના સમયે આકરા તાપ સાથે ઉનાળાનો અનુભવ થઇ રહ્યો છે.

આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન વલસાડમાં ૧૩ ડિગ્રી નોંધાયુ હતું. જયારે કચ્છના નલીયા, અમરેલી, કેશોદમાં ૧૪.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતુ જયારે રાજકોટમાં ૧૭ ડિગ્રી  તાપમાન નોંધાયુ હતું.

જુનાગઢ વિસ્તારમાં ગુલાબી ઠંડી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ વિસ્તારમાં ગુલાબી ઠંડીનું મોજુ યથાવત રહ્યુ છે.

જુનાગઢ ખાતે આજે સવારે લઘુતમ તાપમાનનો પારો ૧૬.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો જેના કારણે ગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યુ હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૨ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૮ કિમીની રહી હતી. દરમ્યાન આગામી દિવસોમાં વાતાવરણમાં ભેજ સાથે ઠંડી વધવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

કયાં કેટલી ઠંડી

     શહેર

    લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૬.૩   ડિગ્રી

ડીસા

૧૬.પ II

વડોદરા

૧૫.૪ II

સૂરત

૧૯.૮ II

રાજકોટ

૧૭.૦ II

જુનાગઢ

૧૬.૪ II

કેશોદ

૧૪.૮ II

ભાવનગર

૧૭.૦ II

પોરબંદર

૧૭.૬ II

વેરાવળ

૨૦.૮ II

દ્વારકા

૨૧.૬ II

ઓખા

૨૨.૪ II

ભુજ

૧૯.૨ II

નલીયા

૧૪.૮ II

સુરેન્દ્રનગર

૧૭.૮ II

ન્યુ કંડલા

૧૬.૭ II

અમરેલી

૧૪.૮ II

ગાંધીનગર

૧૪.૦ II

મહુવા

૧૫.૧ II

દિવ

૧૭.૪ II

વલસાડ

૧૩.૦ II

વલ્લભ વિદ્યાનગર

૧૯.૧ II

(12:40 pm IST)