સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th November 2020

જૂનાગઢમાં આજથી રંગોળી પ્રદર્શન

જૂનાગઢ : ધ આર્ટ એકેડમી અને આકૃતિ આર્ટ એકેડમીના સંયુકત ઉપક્રમે મહાલક્ષ્મી સ્ટ્રીટ, જૂનાગઢ ખાતે આવેલ ગિરનાર બ્રહ્મપુરી ખાતે રંગોળી પ્રદર્શનનું એક ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢની કલા પ્રેમી જનતાને આ રંગોળી પ્રદર્શન નિહાળવા અપીલ કરાઇ છે. સવારે ૯ થી સાંજે ૯ દરમ્યાન ખુલ્લુ રહેશે. તેમ જણાવાયું છે.

(11:40 am IST)