કલ્યાણપુરના ગાંગડી ગામના પાટીયા પાસે ખનીજ ચોરી મુદ્દે ૫ લાખનો દંડ ન ભરતા ર શખ્સો સામે ગુન્હો
ખંભાળીયા તા ૧૧ : ગાંગડી ગામના પાટીયા પાસેથી ટ્રક નં.જીજે-૧૩-ડબલ્યુ-૦૭૦૪ માં ૧૪.૨૬૦ મેટ્રીક ટન તથા ટ્રક નં. જીજે-૧૦-એકટ ૮૬૯૭ માં ૧૪.૩૬૦ મેટ્રીક ટન રેતી કિ.રૂ.૨,૦૭,૪૭૩ જી કોઇપણ જાતની રોયલ્ટી વગર લાંબાના દરીયા કાંઠેથી સરકારી મંજુરી વગર ખોદકામ કરી વહન કરતાં ઝડપી લેવામાં આવી હતી, જેમાં દરીયાઇ રેતીનું ખનન કરી, ટ્રકો તથા ખોદકામ કર્યા અંગેનો દંડ કુલ રૂા ૪,૭૮,૩૮૯ કરવામાં આવતા આરોપીઓ રામ ઉર્ફે રામદે માલદે ભાંગરા તથા આલા લાખા ભાંગરા રહે. બંન્ને લાંબા વાળાએ નહીં ભરતાં બંન્ને વિરૂધ્ધ ખાણ ખનિજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ભગીરથસિંહ ગીરવાનસિંહ ગોહીલે કલ્યાણપુર પોલીસ મથકમાં ગત તા.૯ ના રોજ ફરીયાદ નોંધાવી છે.
શકિતનગરમાંથી દારૂ બોટલ સાથે ઝડપાયો
શહેરના શકિતનગરમાં રહેતો ભરત જેરામ ચોપડા (ઉ.વ.૩૮) નો યુવાન ગત તા.૯ ના રોજ પોતાના કબજામાં ઇંગ્લીશ દારૂની બોટલ કિ. રૂા૩૫૦ની લઇ નિકળતાં પોલીસે ઝડપી લઇ તપાસ કરતા શખ્સને ઇંગ્લીશ દારૂની બોટલ સાથે વ્ડપી કલઇ કાર્યવાહી કરી હતી.