સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

કચ્છમાં સ્વાઇન ફલૂનો આતંક વધુ ૧૦ કેસ સાથે ૧૫ દિ'માં ૮ કેસ

ભુજ તા. ૧૧ : ભલે અત્યારે કચ્છમા ૪૦ થી ૪૨ ડીગ્રી ગરમી હોય પણ સ્વાઇન ફલૂનો વાયરસ આવી ગરમી વચ્ચેય આતંક સર્જી રહ્યો છે. ગઈકાલે ભુજના ૮૨ વર્ષીય વૃદ્ઘ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લા રોગ નિયંત્રણઙ્ગ અધિકારી ડો. અરુણકુમાર કુર્મીના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૧૫ દિવસમાં કચ્છ જિલ્લામાં સ્વાઇન ફલૂના દર્દીઓની સંખ્યા ૮ થઈ છે. એટલે કે, સરેરાશ દર બે દિવસે સ્વાઇન ફલૂનો એક કેસ જોવા મળી રહ્યો છે. જોકે, આરોગ્ય તંત્ર દ્વારા સ્વાઇન ફલૂના દર્દીઓના પરિવારજનો અને આસપાસના વિસ્તારોમાં તકેદારી માટે પગલાં ભરાઈ રહ્યા છે.

(12:20 pm IST)