સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

ભુજના મોબાઇલ વિક્રેતાને દોઢ કરોડનો ચૂનો ચોપડી નાસી છૂટેલા બજાજ ફાઇનાન્સના કર્મચારી વિરૂધ્ધ ફરિયાદ

ભુજ તા. ૧૧ : ભુજમાં મોબાઈલ વિક્રેતાઓ સાથે થયેલ દોઢ કરોડની છેતરપીંડી ની ફરિયાદે ચકચાર સર્જી છે. ભુજ એ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મયંક અનિલ ગજરા નામના બજાજ ફાઇનાન્સ કંપની ના કર્મચારી વિરુદ્ઘ અગ્રણી ૧૦ જેટલા ભુજના મોબાઈલ વિક્રેતાઓએ ઠગાઈની ફરિયાદ કરી છે.

મોબાઈલ વિક્રેતાઓએ ડીએસપીને લેખિત પત્ર લખીને આ યુવાનને પકડી પાડવા માંગ કરી છે. લગભગ ૮૦૦ થી ૧૦૦૦ જેટલા મોંઘા મોબાઈલ લઈને છ..ન ..ન.. થઈ ગયેલા યુવાનની પોલીસે તપાસ હાથ ધરી છે.(૨૧.૧૦)

 

(12:19 pm IST)