સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધારાસભ્ય દ્વારા સ્થાનિક ટાટા કંપનીને પશુઓને રાજદાણ માટે રજૂઆત

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ નહીવત પડયો હોય દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમજ પશુઓની હાલત તો સાવ કફોડી બની ગઈ હોવાથી ૮૨ વિધાનસભાના ધારાસભ્ય કે જે પ્રખર શિવભકત તેમજ ગૌભકત પબુભા વિરમભા માણેક દ્વારા સ્થાનિક કાર્યરત ટાટા કંપની કે જે પોતાની સેવાકીય પ્રવૃતિઓથી જાણીતી છે તેમના મેનેજર કામત, એસ્સારના હેડ દિનેશ શુકલા તેમજ ટી.સી.એસ.આર.ડી.ના કામાણીને આ પરિસ્થિતિથી વાકેફ કરી અબોલ પશુઓ માટે રાજદાણ ગામે ગામ ફાળવે તેવી રજૂઆત કરી હતી. આ બાબતને ગંભીરતાથી લઈ તથા ધારાસભ્યની લાગણીને માન આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી. આ તકે દ્વારકા તાલુકા પંચાયત તથા આજુબાજુના ગામડાઓના સરપંચો પબુભા સાથે હાજર રહ્યા હતા (તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટાણીયા-મીઠાપુર)(૨-૩)

 

(12:01 pm IST)