સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

ખંભાળીયા પાસે જૂના મનદુઃખે ફાયરીંગ

લીંબડીના પાટીયાની હોટલે સશસ્ત્ર બઘડાટી બોલીઃ કલ્યાણપુર પોલીસમાં રાવ

ખંભાળીયા, તા. ૧૧ :. હરદાસ નાથાભાઈ લગારીયા (રહે. વીરપર, તા. કલ્યાણપુર) એ (૧) યોગેશ નંદલાલ ધનેચા રહે. ભાટીયા (૨) માલદે ચંદ્રાવાડીયા રહે. ખજુરીયા (૩) લખન ચંદ્રાવાડીયા રહે. વિંઝલપર (૪) વિપુલ ચંદ્રાવાડીયા રહે. ખજુરીયા (૫) અજય ગાગીયા રહે. વિરમદળ તા. જામખંભાળીયા તથા (૬) એસ.કે.ના નામથી ઓળખાતો માણસ સામે ફાયરીંગની રાવ કરી છે.

ફરીયાદી તથા સાહેદ હદુભાઈ લગારીયા, મયુરભાઈ લગારીયા, ગોવિંદભાઈ લગારીયા વિ. પાંચ જણા લીંબડી ગામના પાટીયા પાસે હોટલ સામે બેઠેલ હોય ત્યારે આરોપી નં. (૧) ના એ સાહેદ હદુભાઈ ધરણાંતભાઈના મોબાઈલ ફોનમાં ફોન કરી અને અગાઉ તેને થયેલ મનદુઃખનું સમાધાનની વાત કરી અને તેની બ્લેક કલરની નંબર વગરની વર્ના કારમાં આરોપી નં. (૨) થી (૬) વાળાઓને મોકલી ત્યાં આવી ગાડીમાંથી ઉતરી એક સંપ કરી ધોકા, તલવાર, છરી તથા પિસ્તોલ જેવા હથીયારો સાથે આવી અને ફરીયાદીને આરોપી માલદે ચંદ્રાવાડીયાએ પીસ્તોલ વડે મારી નાખવાના ઈરાદે ફાયરીંગ કરી તથા અન્ય આરોપીઓએ ફરીયાદીને લાકડી, પાઈપ વડે તથા ઢીકાપાટુનો માર માર્યો હતો.

જયારે સામા પક્ષે વિપુલભાઇ નારણભાઇ ચંદ્રાવાડીયા આહીર (ઉ.વ.૩૩) ધંધો ખેતી રહે ખજુરીયા એ (૧) રામદે લખમણ ચાવડા રહે-મેવાસા, (ર) ગોવિંદભાઇ લગારીયા રહે-વીરપર, (૩) હદુભાઇ લગારીયા રહે-વીરપર તથા અજાણ્યા આઠ થી દસ માણસો સામે વળતી રાવ કરી છે.

ભાટીયાના યોગેશભાઇ નંદલાલ ધનેશાની જમીનની માથાકુટ વીરપર ગામના હદુભાઇ સાથે ચાલતી હોય જેને લીધે ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદ માલદે મેરામણ ચંદ્રાવાડીયા તથા લખન ચંદ્રાવાડીયા તથા અજય ગાગીયા તથા એસ.કે. નામની ઓળખાતા માણસ ફોરવ્હીલ વર્ના ગાડી લઇને લીંબડી ગામના પાટીયા પાસે હોટલ સામે આવતા આરોપીઓએ એકસંપ કરી ધોકા, તલવાર જેવા હથિયારો લઇને જેમા ફરીયાદી વિપુલભાઇને હાથમાં ફ્રેકચર જેવી ઇજા તથા જમણા પગમાં તલવારનો ઘા મારી તથા સાહેદ  માલદેભાઇને માથામાં તલવાર તથા ધોકાના ઘા મારી મારી નાખવાના ઇરાદે હુમલો કરેલ હતો.

આ કામે તપાસ પો.સબ. ઇન્સ. એસ.એસ. ભદોરીયા તથા મહિલા પો.સબ.ઇન્સ. કે.એન. ઠાકરીયા ભાટીયા આ.પો. તથા હરદાસભાઇ ચાવડા, આલાભાઇ ગઢવી, નગાભાઇ ગઢવી તથા વીંઝાભાઇ ઓડેદરાનાઓ ચલાવી રહયા છે.(૧.૯)

(11:57 am IST)