સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

પ્રભાસપાટણમાં ધર્મભકિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ''નેશનલ સાયન્સ ડ્રામા'' કાર્યક્રમ સંપન્ન

પ્રભાસ પાટણ તા.૧૧: ગુુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા પ્રસ્થાપિત શ્રી ધર્મભકિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-ગિર સોમનાથ દ્વારા વેજ્ઞાનિકો દ્રષ્ટિકોણ ખીલેે અને વિજ્ઞાન પ્રત્યે નવો અભિગમ કેળવાય એ માટે તાજેતરમાં ''નેશનલ સાયન્સ ડ્રામા''-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું હતંુ.

જેનો વિષય ''સાયન્સ એન્ડ સોસાયટી'' હતો જેના પેટા પ્રકારો ૧. ડીઝલ ઇન્ડિયા, ર. કલીનનેસ, હેલ્થ એન્ડ હાયજીન, ૩. ગ્રીન એન્ડ કલીન એનર્જી અને ૪. એન્વાયરોનમેન્ટ કર્ન્જવેશન છે. જેમાં ગિર સોમનાથ જિલ્લાની જુદી-જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળામાંથી કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી ૧ ટીમ ધ્રામણવા પ્રાથમિક શાળા-ધ્રામણવા રાજયકક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી હતી.

કાર્યક્રમનું દિપ પ્રાગટય ચેરમેનશ્રી શાસ્ત્રી સ્વા. ભકિતપ્રકાશ દાસજી તથા સ્વામી માધવચરણદાસજી તથા આમંત્રીત મહેમાનો છોડવડીયા (પ્રિન્સીપાલશ્રી) દ્વારા કરેલ. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે (૧) કપીલ ચાવડા, (ર) ગોવિંદભાઇ પીઠીયા, (૩) પ્રમોદ વટારી એ કામગીરી બજાવી હતી. મહેમાનો તથા બાળ વિજ્ઞાનિકોનું શાબ્દીક સ્વાગત ભાવેશભાઇ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.

ભાગ લીધેલ તમામ બાળકોને પ્રમાણપત્રો તથા ૧થી ૩ નંબર ને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ. કાર્યક્રમનું સમગ્ર સંચાલન લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર શ્રી નરશભાઇ ગુંદરણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.(૧.૧)

(10:29 am IST)