સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th October 2018

જૂનાગઢમાં પીધેલાની ખેર નથી :તહેવારોમાં ડંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ

નશીલા પદાર્થ કે દારૂનુ સેવન કરી વાહન ચલાવતા પકડાશે તો આકરી કાર્યવાહી: ટ્રાફીક પોલીસ સબ ઈન્સપેક્ટર વી.કે.ઉંજીયા

જૂનાગઢ:આગામી દિવસોમાં દિવાળીનાં તહેવારો અને હાલના નવરાત્રીનાં દિવસોમાં જૂનાગઢ શહેર ટ્રાફિક બ્રાન્ચ દ્વારા ડંક એન્ડ ડ્રાઈવની કામગીરી ઝુંબેશ અંતર્ગત જો કોઇ ઈસમ નસીલા પદાર્થો કે દારૂનું સેવન કરીને વાહન ચલાવતા માલુમ પડશે તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

  અંગે ટ્રાફીક પી.એસ.આઇ. વી.કે.ઉંજીયાએ જણાવ્યુ હતુ કે જૂનાગઢ ટ્રાફીકનાં જવાનો શહેરમાં નિયત પોઈન્ટ પર દારૂનું સેવન કર્યા અંગે તપાસણી મશીન સાથે તૈનાત રહેશે. જો કોઇ ઈસમ નશીલી હાલતમાં ડ્રાઈવ કરતા જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.સાથે ટ્રાફીકને અડચણરુપ વાહનોને ડીટેઈન કરવાની કાર્યવાહી કરાશે, જેના માટેથી લોક ડ્રાઈવ શરુ કરવામાં આવી છે. ઓક્ટોબર માસ દરમ્યાન હાથ ધરવામાં આવી રહેલ જૂનાગઢ શહેરમાં ડંક ડ્રાઇવ દરમ્યાન જો વાહન ચાલક કાયદા વિરધ્ધ વાહન ચલાવતા કે નિયમોનો ભંગ કરતા માલુમ પડશે તો દંડાશે.

  જૂનાગઢ શહેરનાં રાજમાર્ગોની ગીચતા અને વધતા વાહનોથી ટ્રાફીકનાં કારણે અવારનવાર સમશ્યાઓ ઉભી થતી જોવા મળતી હોય છે. આવા સંજોગોમાં જૂનાગઢનાં ટ્રાફીક શાખાનાં પી.એસ.આઇ. વી.કે. ઉંજીયા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યુ છે. ત્યારે સુશ્રી વી.કે.ઉંજીયાએ જૂનાગઢવાસીઓને અપીલ કરતા જણાવ્યુ છે કે સુખરૂપ મુસાફરી માટે પોતાનાં વાહનોમાંથી ફેન્સી નંબર પ્લેટ અને એરહોર્ન સત્વરે હટાવી લેવા, આરટીઓ માન્ય નંબર પ્લેટ હોય તે ઈચ્છનીય છે. વાહનો જ્યાં ત્યાં પાર્ક ના કરતા માત્ર સુચવેલ પાર્કીંગમાં પાર્ક કરવા, નિયમવિરૂધ્ધ વાહન ચલાવનાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર હોય જૂનાગઢ વાસીઓએ ટ્રાફીક નિવારણ ઝુંબેશમાં સાથ અને સહકાર આપવા અપીલ કરી છે

  જૂનાગઢમાં ટ્રાફીક સમસ્યા નિવારવા માટે પોલીસ અધિક્ષકશ્રી સૈારભસિંઘના માર્ગદર્શન હેઠળ ટ્રાફીક સમસ્યા સંદર્ભે સર્વે હાથ ધરવામા આવતા જૂનાગઢનાં કેટલાક વિસ્તારોમાં જટીલ ટ્રાફીક સમસ્યા જોવા મળે છે. જેમાં ઢાલ રોડ, પંચ હાટડી રોડ, માલીવાડા રોડ, માંગનાથ રોડ, છાંયા બજાર, એમ.જી.રોડ, અને હવે જયશ્રી રોડ, તળાવ દરવાજા રોડ, બસ સ્ટેશન રોડ વગેરે સ્થળોએ સતત વધતા જતા વાહનોને કારણે ટ્રાફીક નિયમન કરવુ આવશ્યક જણાતાં ઓક્ટોબર માસ દરમ્યાન ટ્રાફીક ડંક ડ્રાઇવ હાથ ધરાઇ રહી છે. જૂનાગઢનાં રાજમાર્ગો દિવાળીના તહેવારો દરમ્યાન ટ્રાફીક મુક્ત રહે અને દિવાળીના પર્વોમાં બજારોમાં ખરીદીમા આવતી મહિલાઓને પંચહાટડી અને માંગનાથ રોડ પર ટ્રાફીકથી અગવડતા ના પડે તેની તકેદારી રાખી ટ્રાફીક નિયમન હાથ ધરાશે

(10:34 pm IST)