સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

ભાદર નદીમાં પ્રચંડ પૂર આવતા કુતિયાણામાં કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા : ચાર પરિવારોનું સ્થળાંત્તર

કુતિયાણા અને પસવારી વચ્ચેનો રસ્તો બંધ : ઘેડ પંથકના 22 ગામોના સરપંચને સતર્ક કરાયા : ફાયર બ્રિગેડ ટીમને હોળી સાથે સ્ટેન્ડ બાય રખાઈ

કુતિયાણા : ભાદર નદી માં પૂર આવતા કુતિયાણાના કાંઠા વિસ્તારોને સાવચેત કરાયા છે ભાદર 2 ડેમ ના દરવાજા ખોલિયા બાદ ભાદર નદીમાં જોરદાર પાણી નો પ્રવાહ વધયો છે 

કુતિયાણા ના ભાદર કાંઠા  વિસ્તારો માં પાણી ઘૂસવા લાગયા છે પાણી ઘૂસતા 4 જેટલા પરિવારો ને સ્થળાંતર કરવા માં આવ્યું છે

ભાદર ના પાણી સિમ વિસ્તાર માં રહેતા ખેડૂતો ને ગામ માં પરત ફરી જાવા સૂચના આપવા માં આવી  છે

ભાદર માં પાણી ની આવક ના પગલે કુતિયાણા  અને પસવારી વચ્ચેનો રસ્તો બંધ છે ભારે પુર ને પગલે ઘેડ ના 22 ગામો ના સરપંચ ને મામલતદરે સતર્ક કર્યા પુર ની પરિસ્થિતિ  ને લઈ પોરબંદર  ફાયર બ્રિગેડ  ની ટિમ ને હોડી સાથે સ્ટેન્ડ બાઈ રાખવા માં આવી છે

(1:10 am IST)