સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

સાંજે જામનગર જિલ્લામાં સર્વત્ર વધુ એક ઇંચ વરસાદ વરસ્યો :

જામનગર જીલ્લા પર આજે ફરી મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે આજે બપોરે એક કલાકમાં બે ઈંચ વરસાદ પડી ચુક્યા બાદ ૪ થી ૬ સુધીમા વધુ જામનગર શહેરમા પોણો ઈંચ સાથે જામનગરમાં ત્રણ કલાકમાં પોણા ત્રણ ઈંચ, કાલાવડમાં એક ઈંચ, લાલપુરમાં પોણો ઈંચ, જોડીયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.જામજોધપુરમાં આજના દિવસનો ૬ વાગ્યા સુધીનો ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

(7:46 pm IST)