સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

જામખંભાળિયામાં બે કલાકમાં ધોધમાર છ ઇંચ ખાબક્યો :જામજોધપુરમાં કુલ ચાર ઇંચ વરસાદ

જામનગર જીલ્લા પર આજે ફરી મેઘરાજા મહેરબાન થયા છે, જામ ખંભાળિયામાં અનરાધાર વરસાદ વરસ્યો છે જામ ખભાળિયામાં બે કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ છે

  આજે બપોરે એક કલાકમાં બે ઈંચ વરસાદ પડી ચુક્યા બાદ ૪ થી ૬ સુધીમા વધુ જામનગર શહેરમા પોણો ઈંચ સાથે જામનગરમાં ત્રણ કલાકમાં પોણા ત્રણ ઈંચ, કાલાવડમાં એક ઈંચ, લાલપુરમાં પોણો ઈંચ, જોડીયામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.તો જામજોધપુરમાં આજના દિવસનો ૬ વાગ્યા સુધીનો ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

(7:43 pm IST)