સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

કચ્છના મચાઉના જૈન પરિવારને થયો સાતત્યનો અનુભવઃ એક લાખ રોકડ સહિતની બેગ પોલીસ કર્મચારીઓએ પરત કરી

ભચાઉઃ મૂળ ભચાઉ તાલુકાના લાકડિયા ગામનો જૈન પરિવાર જે મુંબઈથી પરત ફરતી વેળાએ પોતા સાથેની રોકડા રૂ. એક લાખની રકમ સાથે બેગ ભચાઉનો જૈન પરિવાર સામખિયાળીના રેલ્વે સ્ટેશન પર ભૂલી ગયો હતો.

તે દરમ્યાન સામખિયાળીના રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા ગાગોદર પોલિસ સ્ટેશનના રામદેવસિંહ તથા અન્ય પોલિસ કર્મીઓ ની નજર તે બેગ પર જતાં તેઓ એ આ બિનવારસું બેગની તલાશી લેતા રૂ. એક લાખની રોકડ રકમ મળી આવી હતી. આ દરમ્યાન ભચાઉનો જૈન પરિવાર બેગની શોધખોળ કરતાં સામખિયાળીના રેલ્વે સ્ટેશન પર આવી પહોચતા સ્ટેશન પર ના પોલિસ કર્મીઓએ યોગ્ય રીતે તેની ખરાઈ કરી જૈન પરિવારને તેઓ ની બેગ રૂ. એક લાખ રોકડ સહિત પરત કરી હતી અને જૈન પરિવારે તેઓનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.

(5:01 pm IST)