સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

જામનગરમાં ૨ કલાકમાં ૨ ઈંચઃ જામજોધપુર, લોધીકામાં ૧, ઘોઘા-પડધરી-જેતપુરમાં અડધો ઈંચ વરસાદ

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે બપોરે ૨ થી ૪ દરમિયાન જામનગરમાં ૨ કલાકમાં ધોધમાર ૨ ઈંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે જામજોધપુરમાં વધુ ૧ ઈંચ તેમજ લોધીકામાં પણ બે કલાકમાં ૧ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જેતપુર, પડધરી અને ઘોઘામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ખાંભા, સિહોર, જાફરાબાદ, પાલીતાણા, કોડીનાર, વેરાવળ, લાલપુર, કેશોદ, જૂનાગઢ, ઉપલેટા, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી, રાજકોટમાં હળવા-ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે.

રાજકોટમાં આ લખાય છે ત્યારે ગોરંભાયેલ વાતાવરણ સાથે ઝરમર વરસી રહ્યો છે.

(4:31 pm IST)