સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

લાઠીમાં તાજીયા જૂલુસમાં હૂલ લેતી વખતે ઇરફાનને છાતીમાં છરી ખૂંપી ગઇ

ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. ૧૧: ગઇકાલે મહોર્રમ અંતર્ગત ઠેર-ઠેર તાજીયાના જુલૂસ નિળકયા હતાં. લાઠીમાં તાજીયામાં હૂલ લેતી વખતે એક યુવાનને છાતીમાં છરી ખૂંપી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

લાઠીમાં પાણીના ટાંકા પાસે રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો ઇરફાન કાદરભાઇ બોદીલા (ઉ.૩૨) સાંજે છએક વાગ્યે લાઠી બજારમાં તાજીયાના જુલૂસમાં હૂલ લેતો હતો ત્યારે છાતીમાં જમણી બાજુ છરી ખૂંપી જતાં ગંભીર ઇજા થઇ હતી. લાઠી, અમરેલી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને હિરેનભાઇએ લાઠી પોલીસને જાણ કરી હતી.

(1:21 pm IST)