સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

અખિલ ભારતીય આહિર (યાદવ) સમાજના પ્રમુખ પદે સાંસદ પૂનમબેન માડમની વરણી

રાજકોટ તા ૧૧  : જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે ટર્મથી સક્રિય સાંસદ રહેલા સાંસદ પૂનમબેન માડમની ભામશાવૃત્તિ ભિષ્મનિતી તથા ચાણકય નીતીની વિવિધ વિશિષ્ટતાના કારણે તે સમગ્ર સમાજમાં લોકપ્રિય સાંસદ બન્યા છે. આહીર સમાજ દ્વારા  પુનમબેન માડમને દ્વારકાના અખીલ ભારતીય આહિર (યાદવ) સમાજના પ્રમુખ પદે બિન હરિફ પદે નિમણુંક કરી યોગ્ય સમયે યોગ્ય વ્યકિતને સ્થાન આપવામાં આવ્યું છે. અત્રેના વરિષ્ઠ આગેવાન આલાભાઇ જોગલ , મસરીભાઇ નંદાણીયા(તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ) તથા ભરતભાઇ જોગલ દ્વારા આ નિમણુંકને આવકારવામાં આવી છે.

(1:22 pm IST)