સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

રાજુલામાં જળવાતી કોમી એકતાની મિસાલ ભારતભરમાં પ્રસરેઃ મુસ્લીમ ધર્મગુરૂઓ

મહોરમ નિમિતે પ્રતિવર્ષે હુસેની ચોક સલાટવાડા ખાતે રાજુલા કોમી એકતા સમિતી દ્વારા સસર્વધર્મી સ્નેહ મિલન સમારોહ અને ઇમામ હુસેન સાહેબને શ્રદ્ધાંજલી અર્પવા માટે સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં શહેર અને તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા મુસ્લીમ ધર્મગરૂઓએ કરબલા ખાતે બનેલી ઘટનાનું વિસ્તૃત વર્ણન કરી જણાવ્યું હતું. અમે મોહુરમ પ્રસંગે આવ્યા છીએ દેશ અને દિવશના સિમાડાઓ સુધીઅમે ફરીવળ્યા છીએપણ રાજુલામાં જે કોમી એકતા અને નજરે નિહાળી છે તે અદ્દભૂત છ.ે અહિ હિન્દુ-મુસ્લીમો એકસંપથી પારિવારીક ભાવના સાથે રહે છ.ે સુખ દુઃખના પ્રસંગોમાં પણ બન્ને સમાજ એક મેકની ઢાલ બની રહે છે. રાજુલાની કોમી એકતાનો સંદેશ સમગ્ર ભારતભરમાં પ્રસરે તે ઇચ્છનીય છે. આ તકે બાબુભાઇ જાબોંધરા, બકુલભાઇ વોરા, સંજયભાઇ ધાખડા, મહેન્દ્રભાઇ ધાખડા, કિશોરભાઇ ધાખડા, વનરાજભાઇ વરૂ સહિતના આગેવાનોએ રાજુલાની કોમી એકતાને બિરદાવીને બન્ને સમાજને બિરદાવીને શહિદી વેહરનારા ઇમામહુસેન સાહેબ હૃદયાંજલી અર્પી હતી રાજુલાના ઇન્ચાર્જ પી.આઇ.ડોડીયા મેડમે પણ અહિના કોમી ભાઇચારાને આવકારી હતી. રાજુલા મુસ્લીમ સમાજે આ વખતે મહોરમ પ્રસંગમાં જાહેરમાર્ગો ઉપર લોહી વહેડાવવાના બદલે રકતદાન કેમ્પ યોજીને જરૂરીયાતમંદ દર્દી સુધી લોહી પહોંચાડવાના કાર્યને ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી કેન્દ્રીય મંત્રી પરશોતમભાઇ રૂપાલા, સહકારી ક્ષેત્રના માંધાતા દિલીપભાઇ સંઘાણીએ બિરદાવી મુસ્લીમ સમાજને અભિનંદન પાઠવ્યા હતા તે બદલ રાજુલા મુસ્લીમ સમાજના અગ્રણી  એડવોકેટ રાજુભાઇ જોખિયાએ આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે રાજુલા મુસ્લીમ સમાજ માટે મહોરમમાં માતમ કરવા માટે રાજુલાના બે ચોક મહત્વના છે એક હુસેની ચોક અને બીજો મોચી ચોક.

(1:17 pm IST)