હળવદની શીશુ મંદિર શાળાની બાળાઓ ખેલ મહાકુંભમાં વિજેતા
હળવદતા.૧૧: તાલુકાનો ખેલ મહાકુંભ નું આયોજન થયું હતું જેમાં સરસ્વતી શિશુ મંદિર ની દીકરીઓ એ જળહળતી સફળતા મેળવી દર વર્સે મેળવેલી સફળતા જાળવી ને વિજય પતાકા લહેરાવીયા છે નીચે મુજબ ની રમતો માં નંબર મેળવ્યા ની સાથે જિલ્લા કક્ષા ના ખેલ મહાકુંભ માં ભાગ લેવા જશે
અંડર-૧૪ ગોળા ફેંક માં પ્રથમ નંબરે શુકુરમુની ટુડુ ઊંચી કુદ માં પ્રથમ નંબર શુર્મિલા બસુમતરી નો પ્રાપ્ત કરેલ જયારે અંડર ૧૭. માં ગોળા ફેંક માં કિંજલ બજાણીયા એ દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ અને ઓપન વિભાગ માં ૩૦૦૦ મીટર દોડ માં પ્રથમ નંબરે ગીતા ધોળકિયા આવેલ તથા લંગડીફાળ કુદ માં પ્રિયંકા પરમાર એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. લાંબી કૂદ માં પ્રથમ નંબર ગણેશિયા સેજલ એ પ્રાપ્ત કરેલ આ ઉપરાંત આરતી ગોસાઈ ચક્ર ફેંક માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે.
૧૫૦૦ મીટર દોડ માં દ્વિતીય નંબરે શેજલ ગનેસિયા આવેલ તથા આરતી ગોષાઇ બરછી ફેંક માં દ્વિતીય નંબરે આવેલ છે ગીતા ધોળકિયાનો લંગળીફાળ કૂદ માં દ્વિતીય નંબરે આવે છે છેલ્લે શ્વેતા રાઠોડ નો ૧૦૦ મીટર દોડ માં દ્વિતીય ઙ્ગનંબર આવેલ છે.
ઉપરોકત તમામ રમત માં શિશુ મંદિર ની બાળાઓ એ નામ રોશન કરેલ છે આ તકે સંસ્થા ના મેનેજીંગ ટ્રસ્ટી દ્યનશ્યામભાઈ દવે તથા ટ્રસ્ટી રમણીકભાઈ પટેલ એ આતકે શિશુ મંદિર સ્ટાફ ને તથા વિજેતા ખેલાળી ને અભિનંદન પાઠવ્યા હતા અનેક આગેવાનો એ પણ દીકરીઓ ને શુભકામનાઓ પાઠવેલ.