જામકંડોરણાના જામથોરાળા ગામની સીમમાંથી ૮૬ બોટલ દારૂ પકડાયો
મોહજીતસિંહ જાડેજાની ધરપકડ : દારૂ આપનાર રાજુ રબારીની શોધ
રાજકોટ, તા. ૧૦ : જામકંડોરણાના જામથોરાળાા ગામની સીમમાંથી ૮૬ બોટલ દારૂ સાથે ગરાસીયા યુવાનને પોલીસે ઝડપી લીધો હતો.
જીલ્લામાં દારૂ-જુગારની બદીનાબદુ કરવાની સુચના અન્વયેે જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચના મુજબ જેતપુર ડીવાયએસપી પી.અસ.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ જામકંડોરણા પોલીસ મથકના પીએસઆઇ વી.બી. ચૌહાણ, એચસી ડી.પી. કટોચ, એચસી અશોકભાઇ ગોહેલ, પીસી કિશોર લુણસિયા, મયુરધ્વજસિંહ રાણા તથા ઘનશ્યામસિંહ જાડેજા પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી હકીકતના આધારે જામકંડોરણા તાલુકાના જામથોરાળા ગામે મોહજીતસિંહ સંજયસિંહ જાડેજાના કબજા ભોગવટા વાળી વાડીએ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂ બ્લુ બ્લેઝર રિઝર્વ વહીસ્કી નંગ-૮૬ રૂ. રપ,૮૦૦ સાથે મળી આવતા ગુન્હો રજી કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેમજ તેને આ ઇંગ્લીશ દારૂ આપનાર રાજુ ઉર્ફે લાલુ બીજલભાઇ રબારી રહે. ખીરાસરા ગામની સીમ તા. ઉપલેટા વાળાની શોધખોળ હાથ ધરાઇ છે.