સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીને કાયમીના હુકમો અપાયા

જિલ્લા પંચાયત પ્રમુખ-ડીડીઓના હસ્તે

ખંભાળીયા, તા. ૧૧ : દેવભૂમિ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વર્ગ-૩ના કર્મચારીએ આરોગ્ય કાર્યકર સ્ત્રી-પુરૂષ કર્મચારી કે જેમની નોકરીને પાંચ વર્ષ પૂરા થઇ ગયા હોય તેવા ર૯ કર્મચારીઓને કાયમી નિમણૂંકના હુકમ દેવભૂમિ દ્વારકા જિ.પં. પ્રમુખશ્રી પ્રતાપસિંહ સીદુભા જાડેજા તથા ડી.ડી.ઓ શ્રી ડી.જે. જાડેજા તથા જિ. આરોગ્ય અધિકારીશ્રીના હસ્તે અપાયા હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં નવા આવેલા ડી.ડી.ઓ શ્રી જાડેજાનું સન્માન આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા કરાયું હતું.

કાર્યક્રમમાં બોલતા જિ.પં. પ્રમુખશ્રી જાડેજા તથા ડી.ડી.ઓ.શ્રી જાડેજાએ તમામ કર્મચારીઓની સંતોષ પૂર્વકની કામગીરીની પ્રશંસા કરી સરકારશ્રીના વધુ લાભો હવે કાયમી થવાની પ્રાપ્ત થશે તેમ જણાવીને આરોગ્યની સેવાઓ જિલ્લાના છેવાડાના માનવી સુધી મળે અને સમયસર મળે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.

(11:20 am IST)