સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th September 2019

ઉનામાં જુલૂસમાં ફાયરીંગ કરનાર ૪ અજાણ્યા શખ્સોની શોધખોળ

ઇજાગ્રસ્તોમાં એક ગંભીરઃ રાજકોટ ખસેડાયોઃ મનદુઃખથી ર જૂથ વચ્ચે બઘડાટી થઇઃ બનાવ બાદ બીજે દિ' સ્થિતિ શાંતિપૂર્ણઃ પોલીસ બંદોબસ્ત

ઉના તા. ૧૧ :.. લુહાર ચોકમાં તાજીયા જુલૂસમાં ગઇકાલે ૪ જૂથ વચ્ચે જુના મનદુઃખથી ફાયરીંગમાં પ વ્યકિતને ઇજા થયેલ હતી. જેમાં એકને ગંભીર ઇજા થયેલ મુસ્તાક શોભાન નાયાને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ.

ગઇકાલે મોડી રાત્રે આઠ વાગ્યા સમયે તાજીયા જુલૂસ વખતે અચાનક કોઇ અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરતા છ વ્યકિતને ઇજા પહોંચી હતી. ચારમાંથી એક ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલે ખસેડાયો છે. જુલૂસ રાત્રીના અરસામાં લુહાર ચોક વિસ્તારમાં હતુ એ વખતે અજાણ્યા શખ્સો અચાનક ઘસી આવતાં ફાયરીંગ થયેલ જેને લીધે નાયા મુસ્તાક, ચોરવાડા હનીફ અલ્લારખા, સોરઠીયા અપાન, સલીમ એન. જોખમીયા સોહીલ કાસમ ઇજા થતા તમામને લોહીલુહાણ હાલતમાં  સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા છે. એક ફાયરીંગમાં ઘાયલ બાળક ઉ.૧૦ નો સમાવેશ થાય છે. બનાવના પગલે પોલીસના ધાડેધાડા ઉનામાં ઉતારી લેવાયા હતા અને ભારે બદોબસ્ત વચ્ચે તાજીયાનું જુલૂસ આગળ વધ્યુ હતું.

ગોળીબારથી મોબાઇલમાં ગોળીના છરાને લીધે કાળા પડી ગયા હતાં. ફાયરીંગની ઘટનાને પગલે મુસ્લીમ સમાજના આગેવાનો લોકો મોટી     સંખ્યામાં હોસ્પીટલે દોડી ગયા હતા આ બનાવ કારણ જુના મનદુઃખ કારણ બન્યુ હતું. આ ફાયરીંગ કરાયું અને ફાયરીંગ કરનાર કોણ હતા. તે હજુ અંક બંધ છે. એવું પોલીસ મથકથી જણાવાયું છે.

(11:31 am IST)