સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 11th August 2020

પોરબંદર જીલ્લામાં વધતુ કોરોના સંક્રમણઃ ર૧ સફાઇ કામદારો સહીત ર૬ વ્યકિતઓના પોઝીટીવ રીપોર્ટ

પોરબંદર, તા., ૧૧: જિલ્લામાં કોરોના સંક્રમણ વધતુ જાય છે. શહેરના ર૧ સફાઇ કામદારો સહીત ૨૬ વ્યકિતઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે.

ગઇકાલે ૭પ સફાઇ કામદારોના કોરોના  રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં ર૧ સફાઇ કામદારોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ હતા. ઉપરાંત જિલ્લામાં રાણાવાવના એક પુરૂષ સહીત પાંચ વ્યકિતના કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ હતા. કુલ ર૬ વ્યકિતઓ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ છે.

કોરોના પોઝીટીવ ર૧ સફાઇ કામદારો નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં રહે છે. પરંતુ આ સફાઇ કામદારો મેમણવાડા સુતારવાડા વાઘેશ્વરી પ્લોટ વિગેરે વિસ્તારોમાં સફાઇ કામ માટે જતા હોય અને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવી સંભાવના છે.

ભાવસિંહજી સરકારી હોસ્પીટલમાં હાલ કોરોના પોઝીટીવના ૪૩ દર્દીઓ સારવાર લઇ રહયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા ૧૧ છે.

(12:57 pm IST)