સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાાન : જુનાગઢ વંથલી પંથકમાં વરસાદી ઝાપટા

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટા વરસી રહ્યા છે.

જુનાગઢ

આજે સવારથી જુનાગઢ, વંથલી પંથકમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે.

છેલ્લા ર૪ કલાક દરમિયાન જુનાગઢ જિલ્લામાં ૧૮મી વરસાદ નોંધાયો હતો. આજે સવારથી વરસાદી માહોલ પ્રવર્તે છે.

જુનાગઢ શહેરમાં વહેલી સવારે જોરદાર ઝાપટુ વરસી જતા માર્ગો ભીના થઇ ગયા હતા આ પછી પણ જુનાગઢમાં શ્રાવણી સરોથડાની માફક હળવી મેઘ થઇ છે.

વંથલી તાલુકામાં આજે સવારે ૮ થી ૧૦ દરમિયાન ૧મીમી વરસાદ નોંધાયો હતો. અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદનાં સમાચાર નથી.

જામનગર

જામનગર : શહેરનું હવમાન મહત્તમ ૩ર, લઘુતમ રપ.પ, ભેજ ૮૭ ટકા, પવન ૧૧.પ રહી હતી.

(4:28 pm IST)