સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

અમરેલીમાં ૭૦ વર્ષના વૃદ્ધને મોટર સાયકલ ચાલકે હડફેટે લેતા ઇજા

અમરેલી, તા. ૧૧ : અમરેલીમાં રહેતા જયાબેન દિનેશભાઇ લઠીયા (ઉ.વ.૭૦) નામના વૃદ્ધા ચાલીને દતમંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે એક અજાણ્યા મોટર સાયકલ ચાલકે હડફેટે લઇ ઇજા કરી નાસી ગયાની ફરીયાદ થવા પામી હતી.

અમરેલીમાં સામસામી મારામારી

અમરેલીમાં રહેતા લાલજી હકુભાઇ મેરને જગદીશ રમેર રે. રોકડીયાપરા નામના શખ્સે ઘર પાસે ફુલ સ્પીડે મોટર સાયકલ ચલાવવા તથા હોર્ન મારવા પ્રશ્ને પાઇપ વડે જયારે સામે પક્ષેથી જગદીશ રમશભાઇને દીપા તથા લાલજી નામના શખ્સે ખુરશીનો છુટો ઘા મારી પછાડી ધોકા માર માર્યાની ફરીયાદ થવા પામી હતી.

અમરેલી જિલ્લામાં ત્રણ જુગાર

બાબરાના મીયા ખીજડીયામાં વિનુ સાર્દુલ સુરેલા તથા બાબરાના અમરાપરામાં મનુ કાળા ડાભી નામના શખ્સો મોટર સાયકલમાં વરલી મટકાનો જુગાર રમાડતા જયારે સાવરકુંડલા ના હાજડી ગામે સીમમાં મયુર શાંતિ વાઘેલા સહિત આર કિ. રૂ. ૪૩૧૦નો જુગાર રમતા ઝડપાયા હતાં.

અમરેલીમાં વિદેશી  દારૂના દરોડા

અમરેલીમાં પાણી દરવાજા પાસે રહેતા શહેનાઝ હુસેન ચૌહાણ, હુસેન અલ્લારખ, ઇરફાન મહમદ ટાલકીના ઘરે વિદેશી દારૂના દરોડા પાડતા બોટલ નં. ૧પ રૂ. ૪પ૦૦ના મુદા માલ સાથે ઝડપી લીધા હતા.

ધારીના ખોડીયાર ડેમમાં યુવાનનો આપઘાત

ધારીના ખોડીયાર ડેમમાં મણીશંકર ઉર્ફે મુકેશ નાથા લાલ મહેતા (ઉ.વ.ર૭) નામના યુવાનને માનસીક ડીપ્રેશનમાં આવી પોતાની મેળે પડતું મૂકી આપઘાત કરી લીધાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ હતું. (૮.૧૭)

(4:27 pm IST)