સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

લોધીકાના રાવકી ગામે મોટા પાયે ખનીજ ચોરીઃ સીધી મુખ્ય સચિવને ફરીયાદઃ ખળભળાટ

ગામના નથુભાઇ ચીરોડીયાએ ફરીયાદ કરીઃ ૪ શખ્સોના નામો આપ્યા

રાજકોટ , તા., ૧૧: લોધીકાના તાલુકાના રાવકી ગામના નથુભાઇ ચીરોડીયાએ રાજયના મુખ્ય સચિવ અને ખાણખનીજ ખાતુ રાજકોટને ફરીયાદ પાઠવી ગામમાં આવેલી સરકારી ખરાબાની ટેકરીઓ-ગૌચરની જગ્યામાં મોટા પો રેતી-માટી ટાંસની ચોરી થતી હોવાની અને આ બાબતે ૪ શખ્સો જવાબદાર હોવાની રજુઆત કરતા સન્નાટો પ્રસરી ગયો છે.

ફરીયાદમાં આ લોકો માટી ચોરી વેચાણ કરતા હોવાની ખાણખનીજ-રાજકોટ અને લોધીકા મામલતદારને અવાર નવાર ફરીયાદ કર્યાની ગૌવશંની જમીન નષ્ટ કરી રહયાની, રોજની ૧૦૦ થી ૧૫૦ ટ્રેકટર માટી ચોરી કરતા હોવાની અને મોડી રાત્રે પણ આવી ગુનાહીત પ્રવૃતિ કરતા હોવાની વિગતો આપી છે. (૪.૧૦)

(1:01 pm IST)