સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

બાબરાના ચરખામાં ખોટુ સોગંદનામુ રજુ કરીને જમીન બીન ખેતી કરતા ફરીયાદ

અમરેલી, તા., ૧૧: બાબરાના ચરખા ગામે રહેતી શારદાબેન લાભશંકરભાઇ મહેતા નામની મહિલાએ સર્વે નં. ૪રપ પૈકી ૧ની જમીન બિનખેતી કરાવવા ખોટુ સોગંદ નામુ કરી જમીન બીન ખેતી કરાવી લેતા મામલતદારે બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

અમરેલી જિલ્લામાં  બે બાઇક ચોરાયા

રાજુલાના છાપરી ગામે ખેરાળી રોડ ઉપર રાખેલ જયસુખ હરજીભાઇ વેલારીનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર નં. જી.જે. ૦પ એમ.સી.ર૭૮પ કિ. રૂ. પ૦,૦૦૦નું કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ થવા પામી હતી. જયારે સાવરકુંડલાના નાના ભમોદ્રાના સંજય કનુભાઇ દેસાઇનું સાવરકુંડલાના રામજી મંદિરની બાજુમાં રાખેલ હીરો હોન્ડા ડિલકસ નં. જીજે. ૧૪ કે ૯૬૪પ કિ. રૂ. ૧ર૦૦૦નું કોઇ ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સાવરકુંડલા પોલીસમાં થવા પામી હતી.

કેરીયા નાગસમાંથી  ભગાડી ગયો

અમરેલીનો કેરીયા નાગસમાં રહેતા પરીવારની પુત્રીને રવિ ભીમજી  વાઘેલા નામનો શખ્સ લગ્ન કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવી ભગાડી ગયાની ફરીયાદ થવા પામી હતી.

રાજુલામાં પુત્રીના લગ્નના દિવસે પિતા ઉપર ત્રણ શખ્સોનો હુમલો

રાજુલામાં રહેતો રમેશ રૂખડભાઇ ગુજરીયાની પુત્રીના લગ્ન હોય અને સાંજના સમયે શિવા રૂખડ સહીત ત્રણે શિયાળ રોડ ઉપર ઉભા રાખી કાઠોડા પકડી મોબાઇલ પ્રશ્ને ઢીબી નાખી છોડાવવા વચ્ચે પડેલ સાહેદને છુટ્ટા પથ્થરોના ઘા મારી માથુ ફોડી નાખ્યાની ફરીયાદ રાજુલા પોલીસમાં થવા પામી હતી. (૪.૧૨)

(1:01 pm IST)