સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

૨૦૨૦માં પ્રથમ જયોર્તિલિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ મહોત્સવ-રૂદ્રાક્ષોત્સવ

૧૩૫ કરોડ ''ઓમ નમઃ શિવાય'' મંત્રો લખવાનો પ્રારંભ

રાજકોટ તા.૧૧: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં ભવ્ય શ્રી સોમનાથ મહોત્સવ અને રૂદ્રાક્ષોત્સવનું આયોજન કરાયું છે.

ભારત રાષ્ટ્રના સર્વપ્રથમ જયોર્તિલિંગ શ્રી સોમનાથ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૦માં શ્રી સોમનાથ મહોત્સવ અને રૂદ્રાક્ષોત્સવ ઉજવવાની તેયારી શરૂ થઇ ગઇ છે.

વિશ્વનું સોૈથી ઊંચુ લગભગ ૬૬ ફુટની ઊંચાઇ ધરાવતું ૨૭ ફુટનો વ્યાસ (ગોળાકાર) અને ૫૧ લાખ રૂદ્રાક્ષનું શિવલિંગ બનાવવાનું છે. જે વિશ્વનો રેકોર્ડ બનશે. સાથે સાથે અતિરૂદ્ર યજ્ઞ, શિવ મહાપુરાણની કથા, ૧૩૫ કરોડ હસ્ત લિખિત ''ઓમ નમઃ શિવાય'' (ંપંચાક્ષર) મંત્રોનું મંદિર સવારે સામુહિક રૂદ્રાભિષેક, સાંજે મહા આરતી, ફ્રી મેડિકલ કેમ્પ, દંત ચિકિત્સા યજ્ઞ, ગોૈ સંવર્ધન કાર્યક્રમ, ફ્રી નિદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, વ્યશન મુકિત કેમ્પ બેટી બચાવ કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશ્વનો રેકોર્ડ બને તેવી શોભાયાત્રા વિ.નું આયોજન થઇ રહયું છે.

એ કાર્યક્રમની સફળતા માટે પાવર હાઉસ, જનરેટર કે એન્જીન સમાન ૧૩૫ કરોડ ''ઓમ નમઃશિવાય'' મંત્રો લખવાનું શરૂ થઇ ગયું છે, લગભગ ત્રણેક લાખ બુક લખાશે. જે વિશ્વ વિક્રમ બનશે.

સમસ્ત ભારત તેમજ વિશ્વના અનેક દેશો માંથી પણ અનેક મહાનુભાવો આવશે. કાર્યક્રમ દરમ્યાન વિશ્વના લોકોની નજર શ્રી સોમનાથ ઉપર રહેશે. અસંખ્ય Electro અને  Print media મીડિયા પણ સોમનાથ આવશે. આખું સોેરાષ્ટ્ર અને ગુજરાત કાર્યક્રમનું યજમાન બનશે.  આ માટે તડામાર તૈયારી થઇ રહી છે.(૧.૬)

(11:56 am IST)