સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

સગીરા સાથે દુષ્કર્મ આચરનાર દિહોરનો આરોપી પોલીસ શરણે

દિહોરના સરપંચનો ભાઇ હોય સરપંચે પોલીસને સોંપી દીધોઃ સહઆરોપી પત્ની હજુ બાકી

ભાવનગર, તા., ૧૧: દિહોર ગામે રહેતા બાબુ જીણાભાઇ મકવાણા અને તેમના પત્ની સોનલબેન બાબુભાઇ મકવાણા વિરૂધ્ધ સગીરાએ તળાજા પોલીસ મથકમાં ગત તા. ૩/૮ા રોજ પત્નીના સહકારથી પતિ બાબુ દુષ્કર્મ આચરતો હોવાની નોંધાવેલ ફરીયાદને લઇ આજે આરોપી બાબુ મકવાણા પોલીસ મથકે હાજર થયો હતો.

સુત્રોએ જણાવ્યું હતું કે સરપંચનો ભાઇ હોય સરપંચ દ્વારા જ પોલીસ શરણે કરવામાં આવ્યો હતો. જયારે મહીલા આરોપી હજુ પોલીસ સકંજામાંથી દુર છે. મેડીકલ ચેકઅપ, પુછપરછ બાદ આરોપીને કોર્ર્ટ હવાલે કરવામાં આવશે.

નોંધનીય છે કે આ કેસમાં પોલીસે દુષ્કર્મ આચરવુ ઉપરાંત પોકસો માર મારવો અને મારી નાખવાની ધમકી આપવા સહીતની કલમો સાથે ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:38 am IST)