સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th August 2018

ગોંડલમાં શાકભાજી વેચનારા ગરીબ ધંધાર્થીઓને ઝબલા રાખવા બાબતે રૂ. ૨૦૦નો દંડ કરાતા રોષ

ગોંડલ, તા. ૧૧ :. નગરપાલિકા દ્વારા માંડવી ચોક શાકમાર્કેટમાં નીચે બેસી શાકભાજી વેચતા નાના, ગરીબ ધંધાર્થી પાસે પ્લાસ્ટિક ઝબલા રાખવા બાબતે સુધરાઈના કર્મચારી દ્વારા રૂ. ૨૦૦નો દંડ વસુલવામાં આવતા રોજનું પેટીયુ રળી ખાતા ગરીબ લોકોમાં રોષની લાગણી જન્મી છે.

દંડની વસુલાત માટે નગરપાલિકાની પહોંચને બદલે ડુપ્લીકેટ, વગર નંબરની ચીઠ્ઠી બુક જેવી પહોંચ હાથે લખી સુધરાઈનો સિક્કો માર્યા વગર આ રીતે દંડ વસુલતા ઉઘરાણા અંગે શંકાસ્પદ જણાતા આ અંગે વિપક્ષ નેતા અનિલભાઈ માધડે તપાસ કરી આ રકમ સુધરાઈના ચોપડે કઈ રીતે જમા લીધેલ છે અને પહોંચ વગરનું ઉઘરાણુ કરવા કોને સૂચના આપી ? તે અંગે તપાસ કરવા ચીફ ઓફિસરને ફરીયાદ કરેલ છે.

(11:37 am IST)