સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 10th August 2018

જામનગર, ધ્રોલ, જોડીયા, જાંબુડામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમનઃ જો કે, મેઘરાજા માત્ર ઝાપટારૂપે વરસ્યા

જામનગરઃ જીલ્લામાં ફરી મેઘરાજા મહેરબાન થયા છે. જીલ્લાના જાંબુડા, ધ્રોલમાં અને જોડીયામાં વરસાદી ઝાપટા પડ્યા છે. વહેલી સવારથી વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહત્વનુ છે કે, લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો. જીલ્લામાં ઓછા વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા હતા. ત્યારે હવે ફરી વરસાદ આવતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી 
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું આગમન થયું છે, ત્યારે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પડવાની સંભાવના છે. દક્ષિણમાં ખાસ કરીને ડાંગ, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે.
તરફ સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. વરસાદના આગમનના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, વરસાદના લાંબા વિરામના કારણે પાક સુકાઈ રહ્યો હતો. પરંતુ વરસાદના આગમનથી ફરી લીલોતરી છવાઈ ગઈ છે.

(6:12 pm IST)