સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

જામકંડોરણા- અંજારમાં ૧, પડધરી, જેતપુર, જસદણ, રાણાવાવ, વલ્લભીપુર, સાવરકુંડલા, તાલાલામાં પોણો ઇંચ : ર૭ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

તસ્વીરમાં ગોંડલ અને પડધરીમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ), મનમોહન બગડાઇ-(પડધરી)

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે ઝાપટાથી એક ઇંચ વરસાદ પડયો છે.

રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં અને કચ્છના અંજારમાં ૧ ઇંચ તથા પડધરી, જેતપુર, જસદણ, રાણાવાવ, વલ્લભીપુર, સાવરકુંડલા તાલાલામાં પોણો  ઇંચ તથા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ર૭ તાલુકામાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

રાજકોટ જીલ્લાના જસદણમાં આજે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.

પડધરી

પડધરી : રાજકોટ જીલ્લાના પડધરીમાં આજે બપોરે પોણો ઇંચ વરસાદ પડયા બાદ આ લખાય છે ત્યારે બપોરે ર.૩૦ વાગ્યે પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.

ગોંડલ

ગોંડલ : શહેરમાં આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા હતાં. ગોંડલમાં ૧૦ મી. મી. વરસાદ નોંધાયો હતો.

દ્વારકા

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં પણ આજે વારંવાર ઝાપટા રૂપે વરસાદ પડયો હતો અને બપોરે ૧૧.૩૦ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને અડધો ઇંચ વરસાદ પડયો હતો.

પોરબંદર

પોરબંદર : પોરબંદરમાં પણ આજે બપોરે એકાદ વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

આ ઉપરાંત રાજૂલા, ઉમરાળા, ગારીયાધાર, જેશર, તળાજા, પાલીતાણા, ભાવનગર, જુનાગઢ, ઉપલેટા, કોટડા સાંગાણી, ધોરાજી, પડધરી, લોધીકા, રાપર, ભાણવડ, વેરાવળ, સુત્રાપાડા, ધ્રોલ, જામજોધપુર, પોરબંદર, કુતીયાણા, થાનગઢ, સાયલામાં ૧ મીમીથી માંડીને ૧૦ મીમી સુધીના ઝાપટા પડયા છે.

(3:36 pm IST)