સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

જામજોધપુરના રબારીકા ગામે જુગાર રમતા ૬ આહિર ખેડુત ઝડપાયા

જામજોધપુર તા.૧૧ : નજીકના રબારીકા ગામે બસ સ્ટેન્ડની બાજુમાં મઢુલી પાસે રાત્રિના જાહેરમાં જુગાર રમતા રૂ.૩૬૩૮૦ અને પાંચ મોબાઇલ મળી  ૩૯૮૮૦ના મુદામાલ સાથે જયપાલસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા પોલીસ કોન્સ. જામજોધપુરએ (૧) ખીમાભાઇ નથુભાઇ ચાવડા તે આહીર (ઉ.વ.૬૦) ધંધો ખેતી મુળ રહે. - ગાગા ગામ તા. કલ્યાણપુર (ર) રામાભાઇ નારણભાઇ ચાવડા - આહીર ઉ.વ.પ૦, (૩) ખીમાભાઇ રામાભાઇ કરમુર આહીર ઉ.વ.પ૦ (૪) મેરામણભાઇ ઉર્ફે કાબો હમીરભાઇ ચાવડા આહીર ઉ.વ.૪૮ (પ) આલાભાઇ વીક્રમભાઇ કરમુર તે આહીર ઉ.વ.પ૧ (૬) કરશનભાઇ ઉર્ફે કનુ ભીખાભાઇ ડાંગર - આહીર ઉ.વ.પપ ધંધો ખેતી રહે. રબારીકા ગામને ઝડપી લીધા હતા.

(11:39 am IST)