સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 11th July 2020

ધોરાજીના આનંદ નગરમાં એક અને પાટણવાવમાં પતિ -પત્ની બન્નેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૭૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

ધોરાજી,તા.૧૧: આનંદ નગર વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષના પુરૂષનો કોરોના પોઝીટીવ નોંધાયો છે. જ્યારે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ ખાતે બંને પતિ-પત્નીને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. આરોગ્ય તંત્ર તાત્કાલિક ત્રણેય દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા બાબતે કાર્યવાહી હાથ ધરી છે.  ધોરાજીમાં અત્યાર સુધીમાં કુલ ૭૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ધોરાજીમાં અત્યાર સુધીમાં ૩ કોરોનાને કારણે મૃત્યુ પામેલ છે.

(11:32 am IST)