વિસાવદર અને કેશોદમાં જુગાર દરોડાઃ ૧૮ શખ્સોની ધરપકડ
જુનાગઢમાં દારૂ અંગે વ્યાપક દરોડા
જુનાગઢ, તા., ૧૧: વિસાવદર અને કેશોદમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ૧૮ શખ્સોને ઝડપી લીધા હતા. જયારે જુનાગઢમાં દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.
વિસાવદરનાં પોલીસ જમાદાર જે.પી. મેતાએ પ્રેમપરા ગામ નજીક જુગાર અંગે દરોડો પાડીને ભનુ બાબુ વાઘેલા, જયસુખ કડવા ડાભી સહિત ૯ હજારને રૂ. પ૭,પ૬૦નાં મુદામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધા હતા.
આ જ પ્રમાણે કેશોદના હેડ કોન્સ કોન્સ્ટેબલ એસ.યુ.દલે કેશોદનાં રેલ્વે કેશોદનાં રેલ્વે સ્ટેશન પાસે જાહેરમા જુગાર ખેલતા જીણાભાઇ રાજાઘ, રાજા મોકરીયા, મુકેશ કાનજી ચુડાસમા, રાજા સામતભાઇ કોઠીવાર સહીત ૯ શખ્સોની રૂ. ૧૧,પ૯૦ની રોકડ સાથે ધરપકડ કરી હતી.
દારૂ અંગે દરોડા
પ્રોહી. ડ્રાઇવ અન્વયે જુનાગઢ સી ડીવીઝનના પી.એસ.આઇ. આર.એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ એએસઆઇ કે.કે.રાઠોડ વગેરેએ લીરબાઇપરામાં વહેલી સવારે દારૂ અંગે દરોડા પાડીને દેશીદારૂ બનાવવાની ત્રણ ભઠઠ્ી પકડી પાડી હતી.
પોલીસે લખમણ ભીખાભાઇ મોરી, ગલીબેન મેપાભાઇ અને કનુ મનુભાઇ મોરીનાં કબ્જામાંથી દેશી દારૂ આથો અને દારૂ બનાવવાના સાધનો વગેરે કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.