સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th July 2019

ભેસાણના ચુડાના ખેડુતના બંધ મકાનમાંથી અઢી લાખની મત્તાની ચોરી

વાડીએ ગયેલા પરિવારના ઘરમાં ધોળા દિવસે તસ્કરો ખાબકયા

જુનાગઢ, તા. ૧૧ : ભેસાણના ચુડાના ખેડુતના બંધ મકાનમાં ધોળા દિવસે ખાબકી તસ્કરો રૂ. અઢી લાખથી વધુની માલમત્તા ચોરી જતાં સનસની મચી ગઇ છે.

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે રહેતા પટેલ રાજેશભાઇ જસમતભાઇ વઘાસીયા (ઉ.વ.પ૦) ગઇકાલે મકાનને તાળા લગાવી બપોરના બે વાગે પરિવાર સાથે વાડીએ ગયા હતાં.

આ દરમ્યાન સાંજના ૬-૪પ વાગ્યા સુધી બંધ રહેલા મકાનનું તાળુ અને કબાટના લોક તોડીને તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો.

તસ્કરો કબાટમાંથી રૂ. પ૦ હજારની રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂ. ર.પપ લાખની કિંમતની માલમત્તા ચોરીને નાસી ગયા હતાં.

આ અંગેની જાણ થતા ભેસાણના પીએસઆઇ એમ.સી. ચુડાસમાએ સ્ટાફ સાથે દોડી જઇ તપાસ હાથ ધરી દીધી હતી.

પોણા છ કલાક માટે બંધ રહેલા ખેડુતના મકાનમાંથી અઢી લાખના મુદામાલનો હાથફેરો થઇ જતા નાના એવા ચુડા ગામમાં હલચલ મચી જવા પામી છે.

(11:33 am IST)