સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 11th July 2019

પ્રિન્સ આગાખાનની ઇમામતની ગાદી સંભાળ્યાની વર્ષગાંઠની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરશે

આજે સમગ્ર વિશ્વમાં ખોજા સમાજ : આજે દેશભરમાં જુદા-જુદા સામાજિક સેવા કાર્યા દ્વારા ઉજવણીમાં હર્ષભેર : ખોજા સમાજના યુવાનો આગેવાનો જોડાશે

બગસરા તા. ૧૧ :.. સમગ્ર વિશ્વમાં ફેલાયેલા શિયા ઇમામી ઇસ્માઇલી ખોજા સમાજના ધર્મ ગુરૂ પ્રિન્સ કરીમ આગાખાન સાહેબને આજે ૧૧ મી જૂલાઇએ ઇમામતની ગાદી સંભાળી હતી. આ વર્ષે આ પ્રસંગને ૬ર વર્ષ પુર્ણ થયા અને ૬૩ માં વર્ષમાં પ્રવેશ કરતા સમગ્ર દુનિયામાં દિવસ નવરોજ તરીકે ઓળખવામાં આવે છે અને તેની ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે.

પ્રિન્સ કરીમ આગાખાન રાહબરી હેઠળ વિશ્વભરમાં સેવાના જુદા જુદા કામો ચાલી રહ્યા છે તેમજ તેમની કોમ્યુનિટીને શાંતિપ્રિય ગણવામાં આવે છે.

દુનિયાના અન્ય દેશો અને ભારતના અન્ય શહેરોમાં ઇમામત દિવસણી ઉજવણી કરવામાં આવશે. ખોજા સમાજની કુલ વસ્તી આશરે દોઢ કરોડ જેટલી છે જે દુનિયામં પ૦ ટકા જેટલા દેશોમાં ફેલાયેલા છે.

ભારત દેશની વાત કરીએ તો સૌથી વધુ વસ્તી સૌરાષ્ટ્રમાં છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર - આંધ્ર પ્રદેશ-તામિલનાડુ-કલકતા જેવા શહેરોમાં તેમની વસ્તી આવેલી છે.

શિયા ઇમામી ઇસ્માઇલી સમાજના વડા આગાખાન સાહેબની ફાતિની વંશજના  ૪૯ માં તરીકે હાલ ઇમામતની સેવા આપી રહ્યા છે. ૪ એપ્રિલ ર૦૧પ ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા પમવિભુષણ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. શિયા ઇમામી ઇસ્માઇલી ખોજા સમાજ એવો સમાજ છે કે જેમાં દહેજના દુષણનો એકપણ કેસ નથી નોંધાતો. મુંબઇમાં આવેલ પ્રિન્સ આગાખાન હોસ્પિટલમાં રાહત દરે સારવાર આપવામાં આવે છે.

ઇમામત સંસ્થા દ્વારા બાળકના જન્મ પહેલા જમાતાની હેલ્થ માટે જાગૃતિ અભિયાન ચલાવાય છે તેમજ બાળકના જન્મ પછી કેર સેન્ટરની સુવિધા પણ અપાઇ છે.

ગુજરાત સરકાર સાથે મળીને ગોબર ગેસ પ્લાન્ટ, નાના નાના ગામોમાં ચેક ડેમ બનાવવાનું કાર્ય સ્વચ્છતા અભિયાન અંતર્ગત શૌચાલયનું નિર્માણ, આદિવાસી વિસ્તારોની શાળામાં શૈક્ષણીક મદદ વિગેરે જેવા કાર્યોમાં સરકારને સહભાગી થયેલ છે.

આ ઉપરાંત આજે રાત્રે જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ખોજા સમાજ માટે આ એક યાદગાર પ્રસંગ ગણવામાં આવી રહ્યો છે.

(11:21 am IST)