સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

આજથી માઇ ભક્તો માટે માટેલ ધામના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યા

માઇ ભક્તોએ માટેલ ધામમાં આવેલ ખોડિયાર માતાજીના દર્શન કર્યા

મોરબી : રાજ્ય સરકારે કોવિડની નોર્મલ પરિસ્થિતિને ધ્યાને લઈને નિયત્રણો હળવા કર્યા છે. ખાસ કરીને આજ સવારથી ધાર્મિક સ્થાનોને નિયમ પાલન સાથે ખોલવાની છૂટ આપી હતી ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામના દ્વાર આજથી ખુલશે અને હાલ પૂરતા માઇ ભક્તો માત્ર માતાજીના દર્શનનો લાભ લીધો હતો
વાંકાનેરના ઢુવા નજીક આવેલ માટેલમાં આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિર દ્વારા સતાવાર જાહેર કરેલી યાદી મુજબ વાંકાનેરના માટેલ ધામમાં આવેલ ખોડિયાર માતાજીનું મંદિર આજથી ભક્તોના દર્શન માટે સરકારના નિયમોના ચુસ્ત પાલન સાથે ખુલ્લું મુકવામા આવ્યું હતું જેમાં માઇ ભક્તો આજે સવારે ૫:૩૦ થી સાંજે ૭:૩૦ કલાક સુધી માટેલ ધામમાં આવેલ ખોડિયાર માતાજીના દર્શન કર્યા હતા અને કોરોનાની ગાઈડ લાઈનનો પણ મદિરના ટ્રસ્ટીઓ દ્વારા પુરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને મંદિરમાં દર્શન માટે ખુલ્લું મૂકવમાં આવ્યું છે પણ હાલ ભોજ્લાનાય બંધ રાખવમાં આવ્યું છે તેવું ટ્રસ્ટીઓ દ્વારા જ્ણવામાં આવ્યું છે

(7:41 pm IST)