સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

મોરબી : નાના ધંધાર્થીઓ અને મધયમ વર્ગને પડતી મુશ્કેલી બાબતે મુખ્યમંત્રીને રજૂઆત

વળતર આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી

મોરબી : નાના ધંધાર્થી તેમજ માધ્યમ વર્ગ ને કોરોના ને કારણે પડેલ મુશ્કેલી અને આર્થિક નુકશાન સામે રાહત રૂપ વળતર આપવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે
રજૂઆતમાં જણાવ્યું છે કે આપ સાહેબ દ્વારા હોટેલો રિસોર્ટ,રેસ્ટોરન્ટ અને વોટર પાર્ક ને પ્રોપટી ટેક્ષ તેમજ વીજબીલ માં રાહત આપવામાં નો નિર્ણય ના સમાચાર આજ તા. ૮-૬-૨૦૨૧ નો મંગળવાર ના ગુજરાત સમાચાર દેનિક માં વાંચવા આવ્યો. નિર્ણય લેવા માટે આપને ખુબ ખુબ ધન્યવાદ.
આવો જ બીજો નિર્ણય કેન્દ સરકાર દ્વારા લેવામાં આવ્યો જેના સમાચાર પણ આજ ના પેપર માં વાંચ્યા જેમાં દરેક ને મફત રસીકરણ રાજ્ય સરકાર ને બદલે હવે કેન્ર્દ સરકાર દ્વારા આપવાનો તેમજ ૮૦ કરોડ લોકો ને નવેમ્બેર સુધી મફત અનાજ આપવાના ના સમાચાર વાંચવા મળ્યા આમાં મફત અનાજ ખરેખર કેટલા લોકોને અને કેટલો સમય સુધી મળશે તે તો સમય જ કહેશે . કારણ કે આજ સુધીની આવી જાહેરાતો વીસ લાખ કરોડ ના પેકેજ જેવી જ હોવાની તેવું હાલ લોકો પણ માની રહ્યા છે. છતાં પણ આશા રાખી એ કે આનો ખારેખર ૧૦૦% અમલ વારી થાય. તો આ નિર્ણય માટે પણ ધન્યવાદ.
આ કોરોના ની બીજી લહેર ના કારણે ઘણા નાના ધંધાર્થી કે જેઓ ને મફત અનાજ પણ મળવાનું નથી તેમજ કોઈ ટેકસ માફી પણ મળવાની નથી કોઈ વીજળી બીલ માં રાહત પણ મળવાની નથી તેઓના ધંધા પણ બંધ જ હતા આ માંહેના કોઈ પણ હોટેલ રિસોર્ટ કે વોટર પાર્ક ના માલિક જેવા માલેતુજાર નથી. ઘણા નોકરિયાતો એ પોતાની નોકરી ઓ ગુમાવી છે ઘણા નાના ધંધાર્થી ના ધંધા બંધ થઇ જવા પામેલ છે. તેવા લોકો માટે સરકાર માં કેમ કઈ વિચારણા થતી નથી? આમા ઘણા નાના ઉધોગકારો પણ આવી જાય છે. તેમજ કારીગરો, મજુરો, કડિયાઓ, સુતારકામ કરતા કારીગરો , દરજીઓ, વાણંદ ,કેટરર્સ , મંડપ સર્વિસ વાળા મજુરો , કલાકારો, લારીવાળા ધંધાર્થીઓ , પાન ના ગલ્લા વાળા , વગેરે ઘણો મોટો વર્ગ આમાં આવે છે. જેને કોઈ બાજુ થી લાભ પણ મળવાનો નથી . તેવા લોકોને રાહત આપવા માટે મારી ખાસ વિનતી છે.
આ ઉપરાંત રાજા ના કુવાર ની જેમ રાતે ના વધે એવો દિવસ વધે અને દિવસે ના વધે તેવો રાતે વધતો પેટ્રોલ ,ડીઝલ અને ગેસ ના ભાવ નો મારતો વધારા નો ઘણા લોકો કોરોના ની ઝડપ માં આવેલ છે. તેવા ને દવા નો ખર્ચ પણ થયેલ છે. આવા સંજોગો માં આવા લોકો માટે રાહત પેકેજ જાહેર કરવા અમારી નમ્ર વિનતી છે. તેમજ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ ના ભાવો નીચા કરવા પણ નમ્ર વિનંતી.
જો આવું કરવામાં નહી આવે તો ના છૂટકે આ લોકોને સાથે રાખીને અમારે ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તો ઉપરોક્ત બાબતે વહેલાસર યોગ્ય કરવા વિનતી.

(7:34 pm IST)