મોરબીના બગથળા ગામે પત્નીને શોધવાનું કહી ચાર શખ્સોએ મહિલા સહિતનાને માર માર્યો
મહિલાને ધક્કો મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ
મોરબીના બગથળા ગામે બબીકાનગરમાં પત્ની માવતરે હોવા છતાં તેના પતિને શોધવા માટે કહીને ચાર શખ્સોએ ગાળો આપી મહિલાને ધક્કો મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે
મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે આવેલ બબીકાનગરમાં રહેતા દયાબેન વિજયભાઈ કબોયા (ઉ.૪૦) ના ભાઈ વાલજીભાઈના પત્ની દક્ષાબેન તેના માવતરે જતી રહેલ હોય અને તેના માવતરે હોય તેમ છતાં આરોપી કરનભાઈ ચંદુભાઈ ઘાટીલીયા, અજયભાઈ ચંદુભાઈ ઘાટીલિયા, ચેતનભાઈ ચંદુભાઈ ઘાટીલિયા અને તેની બાજુમાં રહેતો રાહુલ ભરતભાઈ સારલાએ વાલજીભાઈને તેની પત્નીને શોધવા માટે કહી ગાળો આપી શરીરે ઢીકા પાટુંનો માર મારી ફરિયાદી દયાબેનને આરોપી કરનભાઈભાઈએ છુટો ઈંટનો કટકાનો ઘા મારી નાકના ઉપરના ભાગે ઈજા કરી તથા દયાબેનના બા સવિતાબેનને ધક્કો મારી પાડી દઈ માથામાં ઈજા કરી અને વાલજીભાઈ તેની પત્નીને નહિ શોધે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે