News of Friday, 11th June 2021
પોરબંદર પાસે રાતડીમાં ગેરકાયદે ખનીજ ખાણો ઉપર દરોડા : લાખોની ખનીજ ચોરી
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૧ : તાલુકાના રાતડીમાં ગેરકાયદે ચાલતી ખનીજ ખાણો ઉપર આજે સવારે ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી અને દરોડાની કાર્યવાહી કરી રહેલ છે. આ ગેરકાયદે ખનીજ ખાણોમાં લાખોની ખનીજ ચોરી થઇ હોવાનો અંદાજ છે.
રાતડીમાં ગેરકાયદેર ખનીજ ખાણો ઉપર ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી આ ગેરકાયદે ખનીજ ખાણ ચલાવવામાં રામા અને હાજા નામના ર શખ્સોના નામો ખુલ્યાં છે. જેની તપાસ ચાલી રહી છે.
રાતડીમાં ગેરકાયદે ખનીજ દરોડા સમયે અન્ય ખાણ ધારકોમાં ફટફાટ વ્યાપી ગયો છે. એવી ચર્ચા છે કે આ વિસ્તારમાં દરોડોને લીધે કાયદેસર ખાણ ચલાવનારાઓને પણ બેસી રહેવું પડે છે.
(1:14 pm IST)