સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

જામનગરની ઘટનાઃ બહેનપણીને હાથ ઉછીના પૈસા આપવાની પતિએ ના પાડતા પત્નિએ ગળેફાંસો ખાધો

ધરારનગરમાં મારી બહેનનું નામ લેતો નહીં, તેમ કહી છરી ઝીંકી દીધી

જામનગર : અહીં ગોકુલનગર, મયુરનગર, બાપા સિતારામની મઢુલી પાસે રહેતા પરેશભાઈ રાજેશભાઈ પાઠક, ઉ.વ.ર૬ એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૦–૬–ર૧ના આ કામે મરણજનાર મીતલબેન પરેશભાઈ રાજેશભાઈ પાઠક, ઉ.વ.ર૩, રે. ગોકુલનગર, મયુરનગર, બાપા સિતારામની મઢુલી પાસે, જામનગરવાળા એ પોતાના પતિ પાસે મરણજનાર મીતલબેનની બહેનપણીને પ૦૦૦ રૂપિયા ઉછીના આપવાના હોય જે પૈસા પોતાના પતિ પાસે માગતા બહેનપણીને આપવા માટે રૂ.પ૦૦૦/– ન આપતા મરણજનાર મીતલબેનને લાગી આવતા પોતાના ઘરે પોતાના હાથે છતના પંખાના હુકમાં ચુંદડી વડે જાતેથી ગળાફાંસો ખાઈ લઈ મરણ ગયેલ છે.

સુલેહશાંતિનો ભંગ કરતા બે શખ્સો સામે ફરીયાદ નોંધાઈ

જામનગર : અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ફૈઝલભાઈ મામદભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.૧૦–૬–ર૧ના જી.જી.હોસ્પિટલ ચોકી પાસે, જામનગરમાં આરોપીઓ ફરીદોસ ઉર્ફે ફીરોઝ ઓસમાણ પઠાણ, કાસમ ઓસમાણ નોયડા, રે.જામનગરવાળાએ જાહેરમાં એકબીજા સાથે બાથબાથી કરી મારામારી કરી રોડ વચ્ચે બખોડો કરી જાહેર સુલેશાંતિનો ભંગ કરતા મળી આવતા ઝડપાઈ ગયેલ છે.

ઘોડીપાસાનો જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

જામનગર : અહીં સીટીભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. દેવેનભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૬–ર૧ના નાગેશ્વર કોલોની, મોમાઈ માતાજીના મંદિર પાછળ, નદીના કાંઠે જામનગરમાં જાહેરમાં આરોપીઓ મનોજ રાજુભાઈ બાંભણીયા, મનજી કરશનભાઈ રાઠોડ, સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, રે. જામનગરવાળા ઘોડીપાસાના પાસા વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૯,૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મારી બહેનનું નામ ન લેતો તેમ કહી છરી વડે હુમલો કર્યાની રાવ

જામનગર : અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સલીમભાઈ હોથીભાઈ નોતરીયા, ઉ.વ.ર૮, રે. ધરારનગર–૧, કાસમ કોર્પોરેટરના ઘરની બાજુમાં, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છેકે, તા.૧૦–૬–ર૧ના ધરારનગર–૧, સાજીદભાઈ મોબાઈલવાળાની ગલીમાં ફરીયાદી સલીમભાઈને આરોપી અકીલ યાસીન સફીયા એ મારી બહેનનું નામ ન લેતો નહીં તેમ કહી ફરીયાદી સલીમભાઈને આરોપી અકીલ યાસીન સફીયાએ છરી થી હાથ તથા બંન્ને ખંભા પર એક એક ઘા મારી તેમજ સાહેદ અનિસને આરોપી અકીલ યાસીન સફીયા એ છરીથી છાતીના ભાગે સામાન્ય ઈજા કરી તેમજ સાહેદ નવાઝને આરોપી અકીલ યાસીન સફીયાએ છરી વડે હાથના આંગળામાં ઈજા કરી તેમજ સાહેદ મામદ કાસમ ઘુઘાને આરોપી સાહીલ યાસીન સફીયા એ છરીથી જમણા હાથમા તેમજ ખંભાના ભાગે ઈજા કરી તેમજ ફરીયાદી સલીમભાઈ તથા સાહેદો ઉપર આરોપી યાસીન સફીયા, યાસીનનો ભાઈ એ કાચની સોડાની ખાલી બોટલોના છુટ્ટા ઘા કરી તેમજ આરોપી યાસીનના પત્ની એ તેના ઘર પાસે ઉભા રહી ફરીયાદી સલીમભાઈ તથા સાહેદો ઉપર પત્થરોના છુટા ઘા મારી ફરીયાદી તથા સાહેદોને મુંઢ ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર રાખી મારમાર્યાની રાવ

જામનગર : અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ મહેતા, ઉ.વ.ર૬, રે. સાધના કોલોની એમ–૮, રૂમ નં.ર૬૦૦, જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૬–ર૧ના નવાગામ ઘેડ, શંકરના મંદીર પાસે, જામનગરમાં ફરીયાદી હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ ને અગાઉ થયેલ મારામારી નો ખાર રાખી આરોપીઓ મયુરસિંહ ઉર્ફે જાકુબ જેઠવા, વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ તથા એક અજાણ્યો ઈસમએ ફરીયાદી હર્ષ ઉર્ફે ટકો પરેશભાઈ ને જેમા આરોપી મયુરસિંહ તથા એક અજાણ્યા ઈસમએ પાઈપ તથા આરોપી વિરેન્દ્રસિંહ ઉર્ફે વિરૂ એ તલવાર વડે માર મારી જેમાં ફરીયાદીને જમણા હાથમાં તેમજ બંન્ને પગમાં મુંઢ ઈજા કરી ગાળો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(1:13 pm IST)