સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

ઉપલેટામાં ટેકાના ભાવમાં સોળસોથી વધુ રજીસ્ટ્રેશન દૈનિક ખરીદી માત્ર ચાર ખેડુતોનીઃ કિશાનસભાનું આવેદનપત્ર

(જદગીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૧ : ઉપલેટા પંથકમાં મોજ ડેમ વેણું ર ડેમ ભાદર ડેમનું પાણી રવિપાકને સંપુર્ણ મળેલ હોવાથી ઘઉંનું ઉત્પાદન પુષ્કળ થયેલ છે ખેડુતે ટેકાના ભાવ રૂ.૩૯પમાં ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે ખુલ્લા બજારમાં રૂ.૩૦૦ થી ૩રપ હોવાથી ટેકાના ભાવમાં વળતર સારૂ હોય માટે ૧૬૦૦ થી વધુ ખેડુતોએ ઘઉં વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવેલ છે આજની સ્થિતીએ ખેડુતોને ખરીફ પાકના વાવેતરની તૈયારી કરવા માટે બિયારણ ખાતર ખરીદવા તેમજ ખેત ધિરાણ ભરવા નાણાંની ખાસ જરૂરીયાત છે તેવા સમયે જ ભાવના ઘઉં ખરીદવાની ગતી ખુબજ મંદ છે. દશ દિવસમાં માત્ર ૧પ ખેડુતોના ઘઉં ખરીદયા છે. આ સ્થિતિમાં કયારે ઘઉં વેચાય અને કયારે નાણા મળે તેની મુંઝવણ વધી ગઇ છે.

ગુજરાત કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરા તેમજ કિશાનસભાના આગેવાન લખમણભાઇ પાનેરા, ખીમાભાઇ આલએ જીલ્લા પુરવઠા નિગમના મેનેજરને આવેદનપત્ર આપેલ છે તેમાં જણાવેલ છે કે ખેડુતોને નાણાની ખુબજ જરૂર છે ત્યારે ઘઉં ખરીદવાની કામગીરી તેજ કરવી જોઇએ જેથી વહેલીતકે ખેડુતના હાથમાં નાણા આવે ખરીફ પાકના વાવેતરની તૈયારી કરી શકે ટેકાના ભાવથી ખરીદીમાં ઝડપ નહી આવે તો પુરવઠા નિગમની કચેરી સામે ઉપવાસમાં બેસી જવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવેલ છે.

(11:47 am IST)