સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 11th June 2021

વિસાવદરમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત

જુનાગઢ જિલ્લામાં ર૬ કેસ નોંધાયા

(વિનુ જોશી) જુનાગઢ તા. ૧૧ :.. વિસાવદરમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢ જિલ્લામાં તા. ૯ નાં રોજ ર૮ કેસ નોંધાવાની સામે ભેંસાણ અને વંથલી કોરોના મુકત થયેલ પરંતુ ગઇકાલે ર૪ કલાકમાં નવા ર૬ કેસ આવવાની સાથે કોરોના યુકત થયેલ ભેંસાણમાં એક નવા કેસ અને વંથલીમાં એક કેસની એન્ટ્રી થઇ હતી.

જયારે જુનાગઢ સીટીમાં પાંચ ૪ કેસ નોંધાયા હતાં. પરંતુ ગઇકાલે વિસાવદરનાં એક દર્દીને કોરોના ભરખી જતાં ગમગીની વ્યાપી ગઇ હતી.

જો કે ગુરૂવારે વધુ ૬૭ દર્દીએ કોરોનાને પરાજય આપીને સ્વસ્થતા મેળવી હતી.

બીજી તરફ ગઇકાલે વેકિસનેશનની કામગીરી વધુ ઝડપી થઇ હતી. જેમાં જૂનાગઢ શહેરમાં  ર૩પર અને ગ્રામ્યમાં ૪૬૯૭ લોકો મળી કુલ ૭૦૪૯ વ્યકિતએ કોરોના પ્રતિરોધક રસી મેળવી હતી.

(10:58 am IST)